Corona Update: દિલ્હી સહિત આ રાજ્યોમાં વધી રહ્યું છે કોરોના સંકટ, જાણો લેટેસ્ટ અપડેટ 

દેશમાં કેટલાક રાજ્યોમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે. આવા જ કેટલાક રાજ્યો વિશે આજે કેન્દ્ર સરકારે મહત્વની બેઠક યોજી છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યોની તાજા સ્થિતિ અને આવનારા દિવસો પર તૈયારી વિશે મનોમંથન કરવામાં આવશે.

Corona Update: દિલ્હી સહિત આ રાજ્યોમાં વધી રહ્યું છે કોરોના સંકટ, જાણો લેટેસ્ટ અપડેટ 

નવી દિલ્હી: દેશ અને દુનિયામાં કોરોના વાયરસ સંકટ હજુ પણ છવાયેલું છે. ભારતમાં તહેવારોની સીઝન છે આવામાં સતર્કતા વધી છે. સમગ્ર દેશમાં રોજેરોજ આવતા કેસમાં ભલે છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો હોય પરંતુ દિલ્હી સહિત એવા કેટલાક રાજ્યો છે જ્યાં કોરોનાએ ચિંતા વધારી છે. લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 45,230 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 82,29,313 થઈ છે. જેમાંથી 5,61,908 લોકો હજુ પણ સારવાર હેઠળ છે, જ્યારે  75,44,798 લોકો સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 496 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,22,607 પર પહોંચ્યો છે. 

Total active cases are 5,61,908 after a decrease of 8,550 in last 24 hrs.

Total cured cases are 75,44,798 with 53,285 new discharges in the last 24 hrs. pic.twitter.com/RKeFutOhuS

— ANI (@ANI) November 2, 2020

અત્યાર સુધીમાં 11,07,43,103 સેમ્પલ ટેસ્ટિંગ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં દેશમાં 11,07,43,103 કોરોના ટેસ્ટ થયા છે. જેમાંથી ગઈ કાલે એટલે કે 1 નવેમ્બરના રોજ 8,55,800 સેમ્પલ ટેસ્ટ હાથ ધરાયા હતા. 

કેટલાક રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક
દેશમાં કેટલાક રાજ્યોમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે. આવા જ કેટલાક રાજ્યો વિશે આજે કેન્દ્ર સરકારે મહત્વની બેઠક યોજી છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યોની તાજા સ્થિતિ અને આવનારા દિવસો પર તૈયારી વિશે મનોમંથન કરવામાં આવશે. આ બેઠક કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાના નેતૃત્વમાં થશે. જેમાં રાજ્યોને હાલની સ્થિતિ વિશે પૂછવામાં આવશે. 

— ANI (@ANI) November 2, 2020

દિલ્હીમાં અચાનક વધવા લાગ્યા કેસ
અત્રે જણાવવાનું કે દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. જે ચિંતાજનક છે. જ્યાં રોજ એક કે બે હજાર કેસ આવતા હતા ત્યાં હવે રોજના 5 હજારથી વધુ કેસ આવી રહ્યા છે. રવિવારે પણ દિલ્હીમાં 5600થી વધુ કેસ નોંધાયા. આ સાથે જ દિલ્હીના કુલ કોરોના કેસની સંખ્યા 3.92 લાખ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં દિલ્હીમાં 6562 જેટલા લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

બજારોની સ્થિતિ ડરામણી 
તહેવારોની સીઝનમાં સતત કોરોનાના નવા કેસની સંખ્યા વધી રહી છે. ત્યારે એક્સપર્ટ્સનું માનવું છે કે જો સતર્કતા ન રાખવામાં આવી તો આ સંખ્યા વધી શકે છે. છેલ્લા કેટલાક દિવસમાં દિલ્હીના બજારોની જે સ્થિતિ સામે આવી છે તે ડરામણી છે. કારણ કે મોટી સંખ્યામાં લોકો બજારોમાં ફરી રહ્યા છે. આ દરમિયાન નિયમોનો પણ છડેચોક ભંગ થઈ રહ્યો છે. 

મહારાષ્ટ્ર, કેરળમાં પણ કોરોનાની સ્થિતિ કરાવી રહી છે ચિંતા
બીજી બાજુ મહારાષ્ટ્ર, કેરળમાં પણ આવી જ સ્થિતિ છે. મુંબઈમાં લોકલ ટ્રેન હવે શરૂ થવાને આરે છે. સતત લોકો બહાર નીકળી રહ્યા છે. આવામાં બીએમસીએ તે માટે મોટી તૈયારી કરી છે. બીએમસી તરફથી દરેક વોર્ડમાં કોવિડ ટેસ્ટ ક્લિનિક બનાવવામાં આવશે. જ્યાં મફત ટેસ્ટ થશે. તહેવારની સીઝન હોવાથી મુંબઈમાં ટેસ્ટિંગ પર વધુ ભાર મૂકાઈ રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news